હવે, મને ગુજરાતી હોવાનું ગૌરવ છે
હિમાચલ પ્રદેશમાં સોલન નામની જગ્યાએ અમારા નાટકનો શો હતો. આખી ટીમ ત્યાં પહોંચી , જમવાના કોઈ ઠેકાણા નહિ . એટલે કિશન, ધવલ, દીપક, અમિત, ગુંજન અને કબીર આટલા લોકો બહાર પરાઠા ખાવા નીકળ્યા. પરોઠા ઓર્ડર કર્યા અને અમે અમારા નાટક વિષેની વાતો કરી રહ્યા હતા. નાટકનું નામ હતું. ‘મેરી બાત સુનો..’ પણ હાલ તો એ પરોઠાનો ઓર્ડર લેવા આવેલો ભાઈ અમારી વાતો સાંભળી રહ્યો હતો.. હવે તો પરોઠા પણ આવી ગયા હતા, અને અમે બધા પોતાનો પરોઠો પૂરું થાય તો બીજામાં હાથ નાખવાના આશયથી વાતો કર્યા વગર પ્લેટ પર તૂટી પડ્યા હતા. જેને ઓર્ડર લીધો હતો એ ભાઈ એના ગમછાથી હાથ સાફ કરતા કરતા અમારી પાસે આવ્યો અને અચકાતો અચકાતો બોલ્યો, ‘આપ ગુજરાત સે હો?’ અમે બધા એ સાહજિક રીતે જ હા પાડી.... એના મોઢા પર બધા જ દાંત દેખાય એવડી મોટી સ્માઈલી છપાઈ ગઈ.. અને એ બોલ્યો, ‘ગુજરાત સે ...’ મને સામાન્ય રીતે લોકો શું પ્રતિક્રિયા આપશે એવી પોતાનાં જ મનમાં આગાહી કરવાની ટેવ છે એટલે લાગ્યું કે એ ભાઈ હવે ગુજરાતીમાં બોલશે અને કહેશે કે, ‘હુંય ગુજરાતી છું..’ કે એ પહેલા ગુજરાતમાં પરોઠા બનાવતો હશે એવો કૈંક સંબંધ ગોઠવશે ... પણ એ બોલ્યો કે, ‘ગુજરાત તો એકદમ ...