Posts

Showing posts from July, 2017

‘ગમવું .....’

તળાવની લીલનું, ભેંસની કાળી ચામડી પર સરકવું, પોપડા બાઝ્યાંની ડીઝાઈનોમાં, ગરોળીનું દીવાલમય બનવું, પોતાની હદમાં આવવા બદલ, એનું બીજા કુતરા પર ઘૂરકવું,   જોરદાર પવનનું, ઝાડની છાતી પર બેસી જવું, ભૂખ્યા અજગરનું, બકરીનાં બચ્ચા પર ત્રાટકી જવું, ટ્રાફિકનું રોડનાં, અસ્તિત્વ પર ચડી બેસવું, સ્માર્ટ મોબાઈલનું ચાર્જીંગ પતી જવું, ટેટુનું ટી-શર્ટમાંથી ડોકાઈ જવું, ને આંખોનું, ટી શર્ટની આરપાર ભોંકાઈ જવું, મજુરના ઘેર તેલ ખૂટવું, નેતાનું હાથ જોડવું, આંખોનું સેલ્ફી આગળ ત્રાંસુ થવું, અધૂરું સપનું અને ઊંઘ બંનેનું રહેવું, બસ આમ જ, સહજતાનું દુનિયા પર છવાઈ જવું, મારું તને ગમવું, ને મૌન રહેવું...... -        મૌલિકરાજ  

‘વરસાદ પડવાનું કાવ્ય ....’

Image
‘વરસાદ પડવાનું કાવ્ય ....’ મારા અંદરની વરાળો, વાદળો સર્જી બેઠેલી, ને તું ધૂળની ડમરી થઈને, સામે સોફા પર બેઠેલી. ઠંડા પવનને શ્વાસમાં, હું ભરી લઉં એ પહેલા જ,   તું બોલીને છાતીમાંથી, ગર્જનાઓ સરી પડેલી. આંખો જોતી આંખોને, ને પાંખો ફૂટી વાતોને,   એકબીજાને સમજવાની લ્હ્યાય, મૌનમાં સરી ગયેલી. મળ્યા વધુને વહી ગઈ રાતો, સમજાયું કે એનો છે પહેલાનો નાતો,   ‘આગળ હવે શું ?’ ની આંટી પડેલી, નિયમોને બંધનોમાં ગૂંચવાઈ ગયેલી. તું હોય સાથે જગતની અંતિમ મઝલે,   એમ સપના જોવાની મને હોંશ ચઢેલી. યાદી ઘણી છે, પણ યાદ રાખીશ એ ક્ષણ,   ‘સૃષ્ટિ આખી, વગર પલળે ભીંજાઈ ગયેલી ... ‘ - મૌલિકરાજ