Posts

Showing posts from 2018

દીનેશકાકા, ઉર્ફે આલો અને વાલ્મીકિ સમાજ

Image
 “એ મોવલિક, કોઈ ભજન ક ગીતોની ચોપડી આપ ન,  તો મુ મસ્ત ગીતો લઉં ન, ધીમે ધીમે વાંસળીની  રીધમ મ સેટ કરી દઉં ” - દિનેશકાકા,  વાંસળી વગાડતા દિનેશકાકા  દર વખતે આવી  જ આશાવાદી વાતો કરતા, છીકણી રંગનું પેન્ટ  મોરીથી ઘૂંટણ સુધી વાળીને પેરતા, રંગીલા  પિચ્ચરના હીરો આમીરની જેમ માથે સફેદ ટોપી હોય  અને એમાંથી થોડા વાળ આગળ બહાર આવતા હોય,  મોટા ભાગે ટચલી આંગળી ગુલાબી કલરથી રંગેલી  હોય અને મોટાભાગે લાલ અને ગુલાબી રંગની ટી- શર્ટ પહેરે અને કોઈક વાર જાંબલી રંગનો શર્ટ પણ અને એના ઉપર પોપટી કે કેસરી કલરની, સફાઈ  કર્મચારીઓને ગણવેશ તરીકે પહેરાવવામાં આવે છે  ને એ કોટી હોય... ટોપી એ શોખથી પહેરતા હતા, પણ  આ કોટી નહિ... હું એચ.કે.આર્ટસ કોલેજમાં જોડાયો ત્યારથી કોલેજની બહાર કાકાને સતત જોયા છે, કાકા રોડ પરથી આવતા જતા જેની પણ સામે નજર મળે એને મસ્ત સ્માઈલ આપતા ... અને જો સામેથી પણ આવકારો મળે તો એક હાથ ઉંચો કરીને વધારે મોટી સ્માઈલ આપે... એકવાર અમે કોલેજના દોસ્તો દરરોજની જેમ ચાની કીટલીએ બેઠા બેઠા ખબર નઈ કઈ પણ વાતો કરતા હતા અને અમને આ...