Posts

Showing posts from 2019

બાળકો, રંગભૂમિ અને ટનાક ટુમ ટુમ...

Image
‘૧૪ વર્ષથી નાના બાળકોને નાટ્યગૃહમાં લાવવા નહિ.’ ‘મોબાઈલ ફોન બંધ અને બાળકોને સાઈલેંટ મોડ પર રાખવા વિંનતી.’ ‘જો આપ આપની સાથે નાનું બાળક લાવ્યા હોવ અને એ રડે કે અવાજ કરે તો એની ઓડીટોરીયમની બહાર લઇ જવું’ આ વાક્યો મોટાભાગે આપણને નાટક શરુ થતા પહેલા સૂચના સ્વરૂપે અથવા નાટ્ય ગૃહની બહાર લખેલી નોટીસ સ્વરૂપે વાંચવા કે સાંભળવા મળતા હોય છે. જો કે આ સુચનાઓની જરૂર નથી હોતી એવું બિલકુલ પણ નથી. જરૂર હોય છે. ચાલુ નાટકમાં કલાકારો પરેશાન થાય, એ વાત સો ટકા સાચી છે અરે માત્ર એક્ટર જ નહિ પણ હોલમાં બેઠેલા પ્રેક્ષકોનો પણ રસભંગ થતો હોય છે. એક નાટકનાં શો પહેલા તો પ્રેક્ષકો પર ટીખળ થતી કૈંક આવી સુચના આવે છે કે “નાટકના કલાકારો પાંચ સાત મહિનાથી પ્રેક્ટીસ કરીન તૂટી ગ્યા હોયન, મરી ગ્યા હોય અને એની ઉપર તમે તમારા છોકરા છુટ્ટા મેલી દોને એ તમને શોભતું નથ...” આ વાતમાં દરેક કલાકર સમંત થશે જ .... હું એક વાર ઠાકોરભાઈ દેસાઈ હોલમાં ખુબ જાણીતા ગુજરાતી નાટ્યકારનું નાટક જોવા ગયો હતો. નાટક શરુ થતા પહેલા બધી સુચનાઓ અપાઈ ગયી હતી. તેમ છતાં નાટક બરાબર જ્યારે એની મધ્યમાં પહોંચેલું એટલામાં જ એક બાળકએ સહેજ સહેજ રડવાનું શર...

ડરના જરૂરી હૈ ...

Image
આજે સંદેશ ન્યુઝ ચેનલમાં કાળી ચૌદસ નિમિત્તે એક સ્પેશ્યલ રીપોર્ટ આવ્યો. જેનું શીર્ષક હતું ‘ડરના જરૂરી હૈ’. આ કાર્યક્રમનાં એન્કરનાં કહેવા પ્રમાણે ગુજરાતમાં એવા સાત સ્થળો છે જેમાં 'પેરા નોર્મલ એક્ટીવીટી'નો અહેસાસ થાય છે એટલે કે ત્યાં ભૂત, ચુડેલ કે આત્માનો વાસ છે.  ડરામણા અવાજો અને બિહામણા દ્રશ્યો શરુ થયા. ગ્રાફિક્સમાં અંધારામાં એક સફેદ સાયો દેખાડવામાં આવ્યો અને એ ગાયબ થઇ ગયો પછીથી એ ફરીથી આવ્યો અને ગાયબ થઇ ગયો. પછી મહિલા એન્કરનો અવાજ આવ્યો કે, “અત્યારનાં સમયમાં લોકોને ભૂત-પ્રેતનાં કિસ્સાઓ સાંભળવા ખુબ જ રોમાંચક અને દિલચસ્પ લાગતા હોય છે જ્યારે આ કિસ્સાઓ માત્ર કિસ્સાઓ જ નહિ, પરંતુ હકીકત બનીને સામે આવે છે ત્યારે શું ? આજની યુવા પેઢી ભૂત-પ્રેત અને આત્માઓની વાતો પર વિશ્વાસ નથી કરતી, પરંતુ જેના ઉપર તમે વિશ્વાસ નથી કરતા એ અસલ જીવનમાં હોઈ પણ શકે ને ?” આ ન્યુઝ કાર્યક્રમ અનુસાર આ છે ગુજરાતનાં સાત ભૂતિયા વિસ્તારો. આ વિસ્તારોમાં લોકોનો દાવો છે અહિયાં આજે પણ ભૂત-પ્રેતનું રાજ છે. ૧. સિગ્નેચર ફાર્મ, અમદાવાદ : આ સ્થળ પર ઘણી બધી મૂર્તિઓ છે જે અડધી છે, તૂટેલી છે અને કપાયેલી છે. ઘોડા...