Posts

Showing posts from April, 2017

પાયાનાં પ્રશ્નો તરફ પ્રયાણ ...

Image
' માસ્ટર ઇન ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન ..... હું આ ભણું છું ...’ આવું બોલવાની જોરદાર મજા પડે ... હું તો રાહ જોતો કે ક્યારે કોઈ મને પૂછે કે ‘તમે શું કરો છો.?’ અને હું એક સેકંડ નો પોઝ લઉં અને પછી ગર્વ સાથે એમ.ડી.સીનું ફૂલ ફોર્મ બોલી કાઢું ... સામે વાળાને એક સેકંડ બઘવાતો જોવાની મને ખુબ મજા આવે .. પછી બીજી સેકંડએ એને જીજ્ઞાસા થાય એટલે એ પૂછે કે આ કંઇક પત્રકારત્વ જેવું ? હું ફરીથી એક સેકંડનો પોઝ લઉં અને કહું કે, ‘અમ્મ્મ્મ ... હા ...એવું કહી શકાય ... પણ મૂળ તો સમાજના વિકાસ માટે આપડે કમ્યુનિકેશનના જેટલા પણ માધ્યમોનો ઉપયોગ કરી શકીએ એ બધા વિષે અમે આ કોર્સમાં ભણીએ...’ સામે વાળાની આંખો એના પોપચા કરતા વધુ મોટી ના થઇ જાય ત્યાં સુધી હું આ કોર્સ વિષે આમ જ બોલ્યા કરતો .. જેટલી મજા આ કોર્સ વિષે સફ્ફાઈ ઠોકવામાં આવતી એટલી જ મજા મને અહિયાં ભણવામાં આવતી...   રેડિયો , ટેલીવિઝન , પ્રિન્ટ , ફિલ્મ , નાટક આ બધા વિષે વાતો કરવાની .. લેકચર ભરવાના , અસાઇનમેન્ટ બનાવવાના અમે બધા એકદમ જ કૈંક નવું, જોરદાર કરી રહ્યા છીએ એવું લાગ્યા કરતું... પણ પહેલેથી એક ઢાંચામાં ભણ્યા હતા કે એક સિલેબસ હોય અને એ...

પુસ્તક લખવાનું સપનું ..

Image
ભાવે સાહેબ ... સંજય ભાવે... પહેલી વાર મેં એમને કોલેજની લાઈબ્રેરીમાં જોયા હતા ... પપ્પાની પીળી પેટીમાંથી એક કાર્યક્રમનું જુનું આમંત્રણ કાર્ડ મળ્યું હતું અને આયોજકની આખી ટીમમાં ૧૫-૨૦ લોકોના નામ હતા. એમાં ત્રીજું ચોથું નામ ભાવે સાહેબનું હતું... અને કદાચ સોળમું કે સત્તરમું નામ મારા પપ્પાનું હતું... કાર્યક્રમ વિષે હાલ બરાબર યાદ નથી ... પણ વાંચ્યા પછી સંજય ભાવે સાહેબ સાથે એમ જ મારા તરફથી મનમેળ થઇ ગયો હતો .. સંજય સર જેને મુખ્ય વિષય અંગ્રજી હોય એમને ભણાવે એટલે મને એમના ક્લાસમાં બેસવા નહોતું મળ્યું, પણ સર સાથે સ્ટાફરૂમની બહાર વાતો કરવા જઉં. સર પંદર મિનીટ વાત કરે એમાં બે પુસ્તકોનાં નામ આપી જ દે ...અને એ લેખક વિષે અથવા પુસ્તકની શૈલી વિષે પણ કૈંક બોલી નાખે .. પછી આપણે છુટા પડીએ એટલે મનમાં પેલા પુસ્તકના નામોની ચટપટી થાય એટલે એ પુસ્તક શોધીએ ... મળે તો વાંચીએ નહિ તો કીટલી એ બેસવામાં બીજી કોઈ વાત નીકળે તો પુસ્તક ના પણ યાદ આવે ... ભાવે સાહેબ ખાલી પુસ્તકની વાતો જ કરે એવું નઈ ... એ પુસ્તક ભેટમાં પણ આપે ...  "ચિ. મૌલિકરાજને અંધ વિદ્યાર્થીઓની મદદ કરવા બદલ સંજય શ્રીપાદ ભાવે તરફથી સપ્રેમ ભેટ......

અને હું પુસ્તકો સુધી પહોંચ્યો....

Image
            હું નાનો હતો ત્યારે પપ્પાને એક ખુરશીમાં બેઠા બેઠા કાંતો બીડી પિતા જોઉં અથવા વાંચતા જોઉં. કોઈ નવું પુસ્તક મળે તો રાતોની રાતો જાગે અને જ્યાં સુધી પૂરું ના કરે ત્યાં સુધી એમને જમવાનું પૂછવા કે બીજી કોઈ વાત કરવા જતા પણ સહેજ ખચકાટ થાય. ઘરમાં જ્યાં જુઓ ત્યાં ચોપડીઓ જ પડી હોય એવું મમ્મી ઘર સાફ કરતા કરતા કંટાળીને બોલતી પણ ખરા. (હા મમ્મી આજે પણ પુસ્તકોને ચોપડી કે ચોપડાઓ એવું જ કહે છે પણ હવે એનાથી થોડી ઓછી કંટાળે છે) નાનપણથી છાપું વાંચવાનું પરાણે શરુ કરાવેલું પપ્પાએ, મને કઈ વાંચવું ગમતું નઈ પણ પપ્પા મને એમણે જે વાંચ્યું હોય એના વિષે વાતો કરે અને ઘણી વાર એક બે પાનાં વાંચે પણ ખરા, ઘણી વાર તો બે ની જગ્યાએ ત્રણ, ચાર, પાંચ છ પણ થઇ જાય મને કંટાળો આવી જાય પણ એ વાંચવાનું ચાલુ રાખે. ધીરે ધીરે છાપાઓમાં શબ્દની ચોકડીઓ ભરવાનું અને એના બદલામાં પપ્પાની વાહ વાહ મેળવવાનું શરુ થયું. પછી ઘરમાં લગાવેલા ટોપીવાળા, મૂછો વાળા, દાઢી વાળા અને ટાલ વાળા એમ ચાર માણસોનો એક કોલાજ વાળો ફોટો, મારી આંખો ખુલી ત્યારથી મેં ઘરમાં જોયેલો, ‘આ લોકો કોણ છે પપ્પા ?’ એવો સવાલ મેં પપ્પાને પૂછી લીધ...