પાયાનાં પ્રશ્નો તરફ પ્રયાણ ...
'માસ્ટર ઇન ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન..... હું આ ભણું છું
...’ આવું બોલવાની જોરદાર મજા પડે ... હું તો રાહ જોતો કે ક્યારે કોઈ
મને પૂછે કે ‘તમે શું કરો છો.?’ અને હું એક સેકંડ નો પોઝ
લઉં અને પછી ગર્વ સાથે એમ.ડી.સીનું ફૂલ
ફોર્મ બોલી કાઢું ... સામે વાળાને એક સેકંડ બઘવાતો જોવાની મને ખુબ મજા આવે
.. પછી બીજી સેકંડએ એને જીજ્ઞાસા થાય એટલે એ પૂછે કે આ કંઇક પત્રકારત્વ
જેવું ? હું ફરીથી એક સેકંડનો પોઝ લઉં અને કહું કે, ‘અમ્મ્મ્મ
...હા ...એવું કહી શકાય ... પણ મૂળ તો સમાજના વિકાસ માટે આપડે કમ્યુનિકેશનના જેટલા પણ માધ્યમોનો ઉપયોગ કરી શકીએ એ બધા
વિષે અમે આ કોર્સમાં ભણીએ...’ સામે વાળાની આંખો એના પોપચા કરતા વધુ
મોટી ના થઇ જાય ત્યાં સુધી હું આ કોર્સ વિષે આમ જ બોલ્યા
કરતો .. જેટલી મજા આ કોર્સ વિષે સફ્ફાઈ ઠોકવામાં આવતી
એટલી જ મજા મને અહિયાં ભણવામાં આવતી...
રેડિયો, ટેલીવિઝન, પ્રિન્ટ, ફિલ્મ, નાટક આ બધા વિષે વાતો કરવાની .. લેકચર ભરવાના, અસાઇનમેન્ટ
બનાવવાના અમે બધા એકદમ જ કૈંક નવું, જોરદાર કરી રહ્યા છીએ એવું લાગ્યા કરતું... પણ પહેલેથી એક ઢાંચામાં ભણ્યા હતા કે એક
સિલેબસ હોય અને એની પાઠ્યપુસ્તકો હોય અને પ્રશ્નોના જવાબ
તૈયાર કરવાના અને પરિક્ષામા લખવાના ...અહોયા
અમે રોજ કોઈક નવા એક્સપર્ટનાં સેશનમાં બેસતા અને એ એક્સપર્ટ એમના
અનુભવોની વાતો કરતા અને અમે સારું લાગે તો એમનો કોન્ટેક નમ્બર લેતા અને
છુટા પડતા ..
![]() |
| 'માસ કમ્યુનીકેશન ઇન ઇન્ડિયા' કેવલ જે કુમાર |
આ ઘટનાક્રમમાં ક્યાંય કોઈ પાઠ્ય પુસ્તકની વાત નહોતી આવતી એટલે
બધા થોડા કન્ફયુઝ રહેતા અને એક દિવસ અમારા બધાની મૂંઝવણનો ઈલાજ એક પુસ્તકનું
સ્વરૂપ લઈને આવ્યો ... અને અમને સૌને નિરાંત થઇ .... પછીથી તો સીનીયરો
પાસેથી પણ સાંભળ્યું કે આ પુસ્તક એ મીડિયાને ભણતા સૌ માટે કોઈ ધર્મગ્રન્થ
કરતા સહેજ પણ ઉતરતું નથી ... આ પુસ્તકનું નામ છે ... 'માસ કમ્યુનીકેશન ઇન ઇન્ડિયા' (Mass Communication in
India) અમે બધાએ આ પુસ્તક ખરીદી લીધું પછી ક્લાસમાં એક વાર
આ પુસ્તક વિષે થયેલી કમેન્ટ મારા કાને પડેલી કે આ
તો ફોટા વગરનું જાડુ પુસ્તક છે યાર... આ પુસ્તકમાં બીજા પુસ્તકોના સંદર્ભો પણ હતા
મેં એ શોધવાના ચાલુ કર્યા અને થોડું ઘણું વાંચ્યું પણ મારું ધ્યાન રમેશ પારેખ અને
ઊર્મિ કાવ્યો તરફ વળી ગયું હતું .. કેમ અચાનક આમ થયું એવું નાં પૂછતા એ થોડું પર્સનલ
છે ... અને થોડા સમય ચાલેલો આ પ્રેમનો ધસમસતો પ્રવાહ અટક્યોને મારા હૃદયને મરીઝે
સાથ આપ્યો. અને ત્યાં સુધી તો ઇન્ટર્નશીપ કરી અને મીડિયા ફિલ્ડમાં ડોકિયું પણ કરી
લીધુ હતું અને ત્યારે જ મને બ્રહ્મજ્ઞાન થઇ ગયું કે આ દુનિયામાં મારા જેવા માણસથી
રહી શકાય એમ નથી અને જો રહીશ તો પછી માણસ રહી શકાય એમ નથી... છેલ્લું સેમેસ્ટર
બાકી હતું , સવાલ હતો કે આ જ ફિલ્ડમાં રહું તો શું કરવું ? અને એનો જવાબ પણ મને
પુસ્તકોએ જ આપ્યો. ત્યારે એક પુસ્તક ગમ્યું એ હતું ‘કમ્યુનિકેશન ફોર ડેવેલપમેન્ટ’ કિરણ
પ્રસાદ.
અને હું સમજ્યો કે જેનો અવાજ આ મીડિયામાં નથી એનો અવાજ
બનવું એવું કૈંક કરવું છે .. ‘લોકવાચા’ શબ્દ પણ આ ગડમથલની જ પેદાશ છે..
![]() |
| ‘કમ્યુનિકેશન ફોર ડેવેલપમેન્ટ’ કિરણ પ્રસાદ |
અને એટલામાં ફાઈનલ સેમેસ્ટરમાં સંશોધન કરીને થીસીસ બનાવવાનો
સમય આવ્યો. મેં મારા મનગમતા દરેક માણસની સલાહ લીધી અને મેહુલ મંગુબેન મકવાણાને
મળ્યો અને થીસીસ 'વિડીયો વોલીયેન્ટર' નામની સંસ્થા જે ખરા અર્થે પાયાની સામાજિક
સમસ્યાઓને લોકો સુધી વીડિયોના માધ્યમથી પહોંચાડવાનું કામ કરે છે તેમના પર કરવો તેમ
નક્કી કર્યું અને 'કમ્યુનિટી મીડિયા' વિષયને સમજવા માટેના પુસ્તકોનાં સંદર્ભો શોધ્યા,
ઝારખંડ ગયો, વિડીયો બનાવીને સમાજની સમસ્યાઓને ઉકેલવા માટે પ્રતિનિધિત્વ કરતા લોકોને
મળ્યો અને સામાજિક સમસ્યાઓને વાંચવાનો અને વ્યવહારમાં સમજવાનો અનુભવ મળ્યો અને એક
જુદો દૃષ્ટિકોણ મળ્યો. માસ્ટર પણ થીસીસની એડવેન્ચરસ ઘટના સાથે પૂરું થયું અને 'દ્રષ્ટિ'
સંસ્થામાં કામ કરવાની તક મળી અને ત્યાંની લાયબ્રેરીની ધૂળ ખંખેરવાની પણ.. અહિયાં
વાત પુસ્તકોની છે તો પણ ફિલ્મની વાત કરું છું કે ‘દ્રષ્ટી’ પાસે હું માનું છું
ત્યાં સુધી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ્સની અમદાવાદમાં સૌથી મોટી લાઈબ્રેરી હશે... હા
ડોક્યુમેન્ટ્રી ફિલ્મો પણ મારો રસનો વિષય પણ એના વિષે અલગથી વાત કરીશ... હાલ, ફિલ્મ
જોવાનું મન છે તો આગળની વાત પછી કરીશ.
(વિડીયો વોલીયેન્ટર્સની વેબસાઈટ લિંક પણ મુકું છું .. જો જો
...)
https://www.google.co.in/url?sa=t&rct=j&q=&esrc=s&source=web&cd=1&cad=rja&uact=8&ved=0ahUKEwiGtM6sisrTAhUmS48KHTeqAf8QFggmMAA&url=https%3A%2F%2Fwww.videovolunteers.org%2F&usg=AFQjCNHPYzJ-GJImYtUvKI-KATC6v49QmQ&sig2=ufeUQ5rccTXBbsN3yuiYkA)


Bhai khub saras lakhe chhe tu. Khub khub abhinandan bhaila. Ati aanand ☺️☺️☺️
ReplyDeletePrashant bhai khub aabhaar😊
Delete