Posts

Showing posts from October, 2019

ડરના જરૂરી હૈ ...

Image
આજે સંદેશ ન્યુઝ ચેનલમાં કાળી ચૌદસ નિમિત્તે એક સ્પેશ્યલ રીપોર્ટ આવ્યો. જેનું શીર્ષક હતું ‘ડરના જરૂરી હૈ’. આ કાર્યક્રમનાં એન્કરનાં કહેવા પ્રમાણે ગુજરાતમાં એવા સાત સ્થળો છે જેમાં 'પેરા નોર્મલ એક્ટીવીટી'નો અહેસાસ થાય છે એટલે કે ત્યાં ભૂત, ચુડેલ કે આત્માનો વાસ છે.  ડરામણા અવાજો અને બિહામણા દ્રશ્યો શરુ થયા. ગ્રાફિક્સમાં અંધારામાં એક સફેદ સાયો દેખાડવામાં આવ્યો અને એ ગાયબ થઇ ગયો પછીથી એ ફરીથી આવ્યો અને ગાયબ થઇ ગયો. પછી મહિલા એન્કરનો અવાજ આવ્યો કે, “અત્યારનાં સમયમાં લોકોને ભૂત-પ્રેતનાં કિસ્સાઓ સાંભળવા ખુબ જ રોમાંચક અને દિલચસ્પ લાગતા હોય છે જ્યારે આ કિસ્સાઓ માત્ર કિસ્સાઓ જ નહિ, પરંતુ હકીકત બનીને સામે આવે છે ત્યારે શું ? આજની યુવા પેઢી ભૂત-પ્રેત અને આત્માઓની વાતો પર વિશ્વાસ નથી કરતી, પરંતુ જેના ઉપર તમે વિશ્વાસ નથી કરતા એ અસલ જીવનમાં હોઈ પણ શકે ને ?” આ ન્યુઝ કાર્યક્રમ અનુસાર આ છે ગુજરાતનાં સાત ભૂતિયા વિસ્તારો. આ વિસ્તારોમાં લોકોનો દાવો છે અહિયાં આજે પણ ભૂત-પ્રેતનું રાજ છે. ૧. સિગ્નેચર ફાર્મ, અમદાવાદ : આ સ્થળ પર ઘણી બધી મૂર્તિઓ છે જે અડધી છે, તૂટેલી છે અને કપાયેલી છે. ઘોડા...