Posts

Showing posts from 2017

‘ગમવું .....’

તળાવની લીલનું, ભેંસની કાળી ચામડી પર સરકવું, પોપડા બાઝ્યાંની ડીઝાઈનોમાં, ગરોળીનું દીવાલમય બનવું, પોતાની હદમાં આવવા બદલ, એનું બીજા કુતરા પર ઘૂરકવું,   જોરદાર પવનનું, ઝાડની છાતી પર બેસી જવું, ભૂખ્યા અજગરનું, બકરીનાં બચ્ચા પર ત્રાટકી જવું, ટ્રાફિકનું રોડનાં, અસ્તિત્વ પર ચડી બેસવું, સ્માર્ટ મોબાઈલનું ચાર્જીંગ પતી જવું, ટેટુનું ટી-શર્ટમાંથી ડોકાઈ જવું, ને આંખોનું, ટી શર્ટની આરપાર ભોંકાઈ જવું, મજુરના ઘેર તેલ ખૂટવું, નેતાનું હાથ જોડવું, આંખોનું સેલ્ફી આગળ ત્રાંસુ થવું, અધૂરું સપનું અને ઊંઘ બંનેનું રહેવું, બસ આમ જ, સહજતાનું દુનિયા પર છવાઈ જવું, મારું તને ગમવું, ને મૌન રહેવું...... -        મૌલિકરાજ  

‘વરસાદ પડવાનું કાવ્ય ....’

Image
‘વરસાદ પડવાનું કાવ્ય ....’ મારા અંદરની વરાળો, વાદળો સર્જી બેઠેલી, ને તું ધૂળની ડમરી થઈને, સામે સોફા પર બેઠેલી. ઠંડા પવનને શ્વાસમાં, હું ભરી લઉં એ પહેલા જ,   તું બોલીને છાતીમાંથી, ગર્જનાઓ સરી પડેલી. આંખો જોતી આંખોને, ને પાંખો ફૂટી વાતોને,   એકબીજાને સમજવાની લ્હ્યાય, મૌનમાં સરી ગયેલી. મળ્યા વધુને વહી ગઈ રાતો, સમજાયું કે એનો છે પહેલાનો નાતો,   ‘આગળ હવે શું ?’ ની આંટી પડેલી, નિયમોને બંધનોમાં ગૂંચવાઈ ગયેલી. તું હોય સાથે જગતની અંતિમ મઝલે,   એમ સપના જોવાની મને હોંશ ચઢેલી. યાદી ઘણી છે, પણ યાદ રાખીશ એ ક્ષણ,   ‘સૃષ્ટિ આખી, વગર પલળે ભીંજાઈ ગયેલી ... ‘ - મૌલિકરાજ

હવે, મને ગુજરાતી હોવાનું ગૌરવ છે

Image
હિમાચલ પ્રદેશમાં સોલન નામની જગ્યાએ અમારા નાટકનો શો હતો. આખી ટીમ ત્યાં પહોંચી , જમવાના કોઈ ઠેકાણા નહિ . એટલે કિશન, ધવલ, દીપક, અમિત, ગુંજન અને કબીર આટલા લોકો બહાર પરાઠા ખાવા નીકળ્યા. પરોઠા ઓર્ડર કર્યા અને અમે અમારા નાટક વિષેની વાતો કરી રહ્યા હતા. નાટકનું નામ હતું. ‘મેરી બાત સુનો..’   પણ હાલ તો એ પરોઠાનો ઓર્ડર લેવા આવેલો ભાઈ અમારી વાતો સાંભળી રહ્યો હતો.. હવે તો પરોઠા પણ આવી ગયા હતા, અને અમે બધા પોતાનો પરોઠો પૂરું થાય તો બીજામાં હાથ નાખવાના આશયથી વાતો કર્યા વગર પ્લેટ પર તૂટી પડ્યા હતા. જેને ઓર્ડર લીધો હતો એ ભાઈ એના ગમછાથી હાથ સાફ કરતા કરતા અમારી પાસે આવ્યો અને અચકાતો અચકાતો બોલ્યો, ‘આપ ગુજરાત સે હો?’ અમે બધા એ સાહજિક રીતે જ હા પાડી.... એના મોઢા પર બધા જ દાંત દેખાય એવડી મોટી સ્માઈલી છપાઈ ગઈ.. અને એ બોલ્યો, ‘ગુજરાત સે ...’ મને સામાન્ય રીતે લોકો શું પ્રતિક્રિયા આપશે એવી પોતાનાં જ મનમાં આગાહી કરવાની ટેવ છે એટલે લાગ્યું કે એ ભાઈ હવે ગુજરાતીમાં બોલશે અને કહેશે કે, ‘હુંય ગુજરાતી છું..’ કે એ પહેલા ગુજરાતમાં પરોઠા બનાવતો હશે એવો કૈંક સંબંધ ગોઠવશે ... પણ એ બોલ્યો કે, ‘ગુજરાત તો એકદમ ...

પાયાનાં પ્રશ્નો તરફ પ્રયાણ ...

Image
' માસ્ટર ઇન ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન ..... હું આ ભણું છું ...’ આવું બોલવાની જોરદાર મજા પડે ... હું તો રાહ જોતો કે ક્યારે કોઈ મને પૂછે કે ‘તમે શું કરો છો.?’ અને હું એક સેકંડ નો પોઝ લઉં અને પછી ગર્વ સાથે એમ.ડી.સીનું ફૂલ ફોર્મ બોલી કાઢું ... સામે વાળાને એક સેકંડ બઘવાતો જોવાની મને ખુબ મજા આવે .. પછી બીજી સેકંડએ એને જીજ્ઞાસા થાય એટલે એ પૂછે કે આ કંઇક પત્રકારત્વ જેવું ? હું ફરીથી એક સેકંડનો પોઝ લઉં અને કહું કે, ‘અમ્મ્મ્મ ... હા ...એવું કહી શકાય ... પણ મૂળ તો સમાજના વિકાસ માટે આપડે કમ્યુનિકેશનના જેટલા પણ માધ્યમોનો ઉપયોગ કરી શકીએ એ બધા વિષે અમે આ કોર્સમાં ભણીએ...’ સામે વાળાની આંખો એના પોપચા કરતા વધુ મોટી ના થઇ જાય ત્યાં સુધી હું આ કોર્સ વિષે આમ જ બોલ્યા કરતો .. જેટલી મજા આ કોર્સ વિષે સફ્ફાઈ ઠોકવામાં આવતી એટલી જ મજા મને અહિયાં ભણવામાં આવતી...   રેડિયો , ટેલીવિઝન , પ્રિન્ટ , ફિલ્મ , નાટક આ બધા વિષે વાતો કરવાની .. લેકચર ભરવાના , અસાઇનમેન્ટ બનાવવાના અમે બધા એકદમ જ કૈંક નવું, જોરદાર કરી રહ્યા છીએ એવું લાગ્યા કરતું... પણ પહેલેથી એક ઢાંચામાં ભણ્યા હતા કે એક સિલેબસ હોય અને એ...