‘ગમવું .....’

તળાવની લીલનું, ભેંસની કાળી ચામડી પર સરકવું,
પોપડા બાઝ્યાંની ડીઝાઈનોમાં, ગરોળીનું દીવાલમય બનવું,
પોતાની હદમાં આવવા બદલ, એનું બીજા કુતરા પર ઘૂરકવું,  
જોરદાર પવનનું, ઝાડની છાતી પર બેસી જવું,
ભૂખ્યા અજગરનું, બકરીનાં બચ્ચા પર ત્રાટકી જવું,
ટ્રાફિકનું રોડનાં, અસ્તિત્વ પર ચડી બેસવું,
સ્માર્ટ મોબાઈલનું ચાર્જીંગ પતી જવું,
ટેટુનું ટી-શર્ટમાંથી ડોકાઈ જવું,
ને આંખોનું, ટી શર્ટની આરપાર ભોંકાઈ જવું,
મજુરના ઘેર તેલ ખૂટવું,
નેતાનું હાથ જોડવું,
આંખોનું સેલ્ફી આગળ ત્રાંસુ થવું,
અધૂરું સપનું અને ઊંઘ બંનેનું રહેવું,

બસ આમ જ,

સહજતાનું દુનિયા પર છવાઈ જવું,
મારું તને ગમવું,
ને મૌન રહેવું......

-      મૌલિકરાજ  

Comments

Popular posts from this blog

અને હું પુસ્તકો સુધી પહોંચ્યો....

Civilizational State without Caste? Recasting the Past, Civility, and the Limits of Liberal Critique

દીનેશકાકા, ઉર્ફે આલો અને વાલ્મીકિ સમાજ