શરીફાના સંભારણા
આજે આખો દિવસ માથું ભારે રહ્યું. ગ્રહણને ચશ્મા લગાવીને જોતા વિદ્યાર્થી અને અધ્યાપકોના ઉત્સાહ એ પણ કૈં ખાસ ફરક ના પાડ્યો. મગજ માત્ર કોલજની દોસ્ત શરીફા વિષેનાં વિચારોમાં જ રહ્યું. પ્રોફેસર ફાલ્ગુનીબેનની અને દોસ્ત ગાયત્રીની સવારે ઉઠતા જ પોસ્ટ જોઈ, મહાશ્વેતા બેન સાથે મેસેજમાં વાત કરી. શરીફા હવે નથી એવું જાણ્યું ત્યારે એણે આપઘાત ના કર્યો હોય તો સારું એવો જ પહેલો વિચાર આવ્યો હતો. પણ ક્યાંક ખબર પણ હતી કે એવું કૈંક થયું હશે. જે જયેશ ભાઈના આપઘાત વખતે પણ થયું જ હતું. મોત પાછળ રોતા થાકતા નથી આપણે, જીવતા માણસને એટલો એકલો પાડી દઈએ છીએ કે એ મરી જાય અને દસ દિવસ સુધી કોઈ ને ખબર પણ ના પડે. મર્યા પછી એમના વિષે લખતા અટકતા નથી આપડે, અને એ જ જીવતા માણસ વિષે એની પાછળ બોલતા પણ નથી જ અટકતા આપણે. શરીફા એચ કે કોલજમાં પોલિટિકલ સાયન્સ ભણવા આવી ત્યારે મારુ બીજું વર્ષ શરુ થયું હતું. વક્તૃત્વ, વિચાર મંચ, એન એસ એસ અને તમામ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં એ કોલેજમાં આવતાની સાથે જ જોડાયેલી. સ્ત્રી કેન્દ્રી સાહિત્યમાં એને વધુ રુચિ હતી. એણે એક વાર શરીફાબેન વીજળીવાળાનાં 'શતરૂપા' પુસ્તક વિષે પુસ્તક દિવસે વક્તવ્ય આપ્યું હ...