પુલ બનાવાય છે પુલ

પુલ બનાવાય છે પુલ, 

શહેરમાં લાકડીઓ અને પથ્થરો ભેગા કરવા બનાવાય છે પુલ, 

મજૂરોની માલિકો સુધી લઇ જવા બનાવાય છે પુલ, 

કપચી, સિમેન્ટ અને રેતીને, બંગલાઓ સુધી લઇ જવા બનાવાય છે પુલ,

 નેતાઓને બંગલાઓથી સંસદ સુધી પહોંચાડવા બનાવાય છે પૂલ, 

વસ્તીઓને શહેરમાંથી બહાર ફેંકી દેવા બનાવાય છે પુલ, 

પૈસાના થોકડાઓને તિજોરીઓ સુધી પહોંચાડવા બનાવાય છે પુલ, 

બિલ્ડરોના બાળકોના કરિયર બિલ્ડ કરવા બનાવાય છે પુલ, 

કલ્પનાઓને ઇતિહાસ બનાવવા પણ બનાવાય છે પુલ, 

નદીઓના વહેણની તાકાત છુપાવવા બનાવાય છે પુલ, 

લોકોને તરવાનું ભુલાવી દેવા બનાવાય છે પુલ, 

નદીમાં તરતી લાશોને છુપાવી દેવા બનાવાય છે પુલ, 

બંને અલગ કાંઠાઓ ભેગા ન થઇ જાય એવા ડરથી બનાવાય છે પુલ,

 બનાવાય છે પુલ, પુલ, ભૂલ, ભૂલ તારી છે, 

પુલ પર ચાલવાની, 

પુલને પુલ સમજવાની, 

ચાલ, પુલ પર ચાલ, 

પુલની વચ્ચે રહીને પગ પછાળ, 

પુલ તૂટી જાય એ પછી, 

પુલથી પુલ થઇને પેલે પાર ગયેલા સૌને નદીમાં નાખ... 

- મૌલિકરાજ 30/10/2022 (મોરબીની ઘટનાનાં દ્રશ્યો જોયા પછી અને લોકોની ફાલતુ શ્રદ્ધાંજલિના સ્ટેટસ જોયા પછી... )



Comments

Popular posts from this blog

અને હું પુસ્તકો સુધી પહોંચ્યો....

Civilizational State without Caste? Recasting the Past, Civility, and the Limits of Liberal Critique

દીનેશકાકા, ઉર્ફે આલો અને વાલ્મીકિ સમાજ