‘વરસાદ પડવાનું કાવ્ય ....’
‘વરસાદ પડવાનું કાવ્ય ....’
મારા અંદરની વરાળો, વાદળો સર્જી બેઠેલી,
ને તું ધૂળની ડમરી થઈને, સામે સોફા પર બેઠેલી.
ઠંડા પવનને શ્વાસમાં, હું ભરી લઉં એ પહેલા જ,
તું બોલીને છાતીમાંથી, ગર્જનાઓ સરી પડેલી.
આંખો જોતી આંખોને, ને પાંખો ફૂટી વાતોને,
એકબીજાને સમજવાની લ્હ્યાય, મૌનમાં સરી ગયેલી.
મળ્યા વધુને વહી ગઈ રાતો, સમજાયું કે એનો છે પહેલાનો નાતો,
‘આગળ હવે શું ?’ ની આંટી પડેલી, નિયમોને બંધનોમાં ગૂંચવાઈ ગયેલી.
તું હોય સાથે જગતની અંતિમ મઝલે,
એમ સપના જોવાની મને હોંશ ચઢેલી.
યાદી ઘણી છે,
પણ યાદ રાખીશ એ ક્ષણ,
‘સૃષ્ટિ આખી, વગર પલળે ભીંજાઈ ગયેલી ... ‘
- મૌલિકરાજ

Comments
Post a Comment