અને હું પુસ્તકો સુધી પહોંચ્યો....
હું નાનો હતો ત્યારે પપ્પાને એક ખુરશીમાં બેઠા બેઠા કાંતો બીડી પિતા જોઉં અથવા વાંચતા જોઉં. કોઈ નવું પુસ્તક મળે તો રાતોની રાતો જાગે અને જ્યાં સુધી પૂરું ના કરે ત્યાં સુધી એમને જમવાનું પૂછવા કે બીજી કોઈ વાત કરવા જતા પણ સહેજ ખચકાટ થાય. ઘરમાં જ્યાં જુઓ ત્યાં ચોપડીઓ જ પડી હોય એવું મમ્મી ઘર સાફ કરતા કરતા કંટાળીને બોલતી પણ ખરા. (હા મમ્મી આજે પણ પુસ્તકોને ચોપડી કે ચોપડાઓ એવું જ કહે છે પણ હવે એનાથી થોડી ઓછી કંટાળે છે) નાનપણથી છાપું વાંચવાનું પરાણે શરુ કરાવેલું પપ્પાએ, મને કઈ વાંચવું ગમતું નઈ પણ પપ્પા મને એમણે જે વાંચ્યું હોય એના વિષે વાતો કરે અને ઘણી વાર એક બે પાનાં વાંચે પણ ખરા, ઘણી વાર તો બે ની જગ્યાએ ત્રણ, ચાર, પાંચ છ પણ થઇ જાય મને કંટાળો આવી જાય પણ એ વાંચવાનું ચાલુ રાખે. ધીરે ધીરે છાપાઓમાં શબ્દની ચોકડીઓ ભરવાનું અને એના બદલામાં પપ્પાની વાહ વાહ મેળવવાનું શરુ થયું. પછી ઘરમાં લગાવેલા ટોપીવાળા, મૂછો વાળા, દાઢી વાળા અને ટાલ વાળા એમ ચાર માણસોનો એક કોલાજ વાળો ફોટો, મારી આંખો ખુલી ત્યારથી મેં ઘરમાં જોયેલો, ‘આ લોકો કોણ છે પપ્પા ?’ એવો સવાલ મેં પપ્પાને પૂછી લીધ...

Comments
Post a Comment